Sunday, February 25, 2018

અંધારું હટી સહેજ

અંધારું હટી સહેજ અજવાળું નીકળે,
ગ્રહણ પણ એવું એકાદ સારું નીકળે,

સાથ આપનાર ભીડ જુદી અહીં,
એવામાં કોઈ જણ એકાદ મારું નીકળે,

ચાવી બધી ફેંકી દઈશ પ્રોમિસ કરું,
ભ્રમ ભરેલા હૃદયનું એકાદ તાળું નીકળે,

છોડું ઘરના કરોળિયાનો વાંક કાઢવાનું,
ગૂંથાયેલા મનનું જો એકાદ જાળું નીકળે,

ઉહાપોહ થઈ જશે આકાશમાં જોજે,
રાહ જોવું મેઘધનુષ એકાદ કાળું નીકળે,

તપાસ કરજે સળગ્યો મહેલ વાણીથી,
શબ્દોનું ફાનસ ના એકાદ તારું નીકળે,

અંધારું હટી સહેજ અજવાળું નીકળે,
ગ્રહણ પણ એકાદ એવું સારું નીકળે.
- નિશાંક મોદી

No comments:

Post a Comment