Sunday, February 4, 2018

અરીસો

મારી જોડે હસે, રડે, હરખાયને મારા આંસુય લૂછે છે,
જેવો ગણો એવો અરીસો મારી તબિયત રોજ પૂછે છે,

ખોતરાયેલી હૃદયની દીવાલો અડીખમ ઉભી કરી દીધી,
ને એક લીસોટો પડેલી તિરાડ ચહેરો જોવામાં ખૂંચે છે,

દવા, ક્રીમ, પાઉડર ખોટી ગેરસમજ રાખે છે મનમાં,
ફોલ્લી ને ખીલવાળો ચહેરો તો અરીસો જ ભૂંસે છે,

ઝુકાવવાનો પ્રયત્ન કરે જગત આખું ભેગાં મળીને,
પ્રતિબિંબ સામે ઉભું રહી કહે ખુમારી તારી ઊંચે છે,

દર્પણ માનું કે દિલ આપેલું દિલદાર તને ઓ અરીસા,
માંડ જ્યાં હું મનાવું ખુદને ત્યાં વળી તું સામે રૂઠે છે,

મારી જોડે હસે, રડે, હરખાયને મારા આંસુય લૂછે છે,
જેવો ગણો એવો અરીસો મારી તબિયત રોજ પૂછે છે.
- નિશાંક મોદી

No comments:

Post a Comment