Sunday, February 25, 2018

નટ- રસ્તે દોરડે નાચતાં બાળકો

નટ- રસ્તે દોરડે નાચતાં બાળકો

પાંચ સાત વર્ષના બાળકોને નાચતા જોયા,
દોરડું નહિ ખીલે ભવિષ્યને બાંધતા જોયા,

ના કોઈ અકસ્માતનો અહેસાસ એમને,
આંખોમાં ભીનાશ પણ ચહેરા હસતાં જોયા,

કર્મ જ જાણે એમનો સિદ્ધાંત હોય કે,
સાચું કહું શ્રીકૃષ્ણને મેં ગીતા વાંચતા જોયા,

પરસેવાથી નહાતા હાથમાં ડફળી વગાડતા,
ધોમ તાપમાં પાંચ રૂપિયા માટે દાઝતા જોયા,

આસપાસના લોકોની દ્રષ્ટિ દ્રુણા ભરેલી,
બાળકો નહિ મેં લોકોને ત્યાં લાજતાં જોયા,

પાંચ સાત વર્ષના બાળકોને નાચતા જોયા,
દોરડું નહિ ખીલે ભવિષ્યને બાંધતા જોયા.
- નિશાંક મોદી

No comments:

Post a Comment