Sunday, February 25, 2018

શબ્દને અલંકારથી

શબ્દને અલંકારથી ભલે હું અજાણ છું,
કવિતાને ગઝલ છોડ, શબ્દોને માણ તું,

મારા મન એકસમાન બધા જ અક્ષરો,
લઘુગુરુની ના ઉભી કર આ જંજાળ તું,

માણસે ગોઠવી દિશાઓ પોતાની ખાતર,
ઉગાડ સૂર્યને પૂર્વમાંને પશ્ચિમમાં ઢાળ તું,

બંધારણ ઈશ્વરેય જુદું રાખે સમય મુજબ,
દરિયો બાંધે ના કિનારો ને બાંધે પાળ તું,

હ્ર્દય ધબકવાના કોઈ નિયમ નથી દોસ્ત,
આંખો ઢળતા કહે મનને સારું વિચાર તું,

શબ્દને અલંકારથી ભલે હું અજાણ છું,
કવિતાને ગઝલ છોડ, શબ્દોને માણ તું.
- નિશાંક મોદી

No comments:

Post a Comment