Sunday, February 4, 2018

વેન્ટિલેટર

મારા જીવનનો ભાર વેન્ટિલેટરને સોંપાયો છે,
રૂમમાં ઉભેલો કાળ, એને જોઈ મૂંઝાયો છે,

ફેફસાં એવા કેવા કમજોર કે આટલું ના કરે,
અંદર બહારનો શ્વાસ પાઇપોમાં અટવાયો છે,

જીવાડવાની જીદ જ લાગે આ ડોકટરોની,
નાક પર એટલે જ આ માસ્ક મારા મુકાયો છે,

મને મળવાની મંજૂરી નથી હવે બધાને,
મરતીવેળાએ દેખ ભાવ મારો કેવો ઉચકાયો છે,

રડે સગાંવહાલાંને લાગણીઓ છલકાય,
એક માત્ર મારી આંખનો જ દરિયો સુકાયો છે,

ઝુંટવે કોઈ ધન,આબરૂ,મિલ્કત,જમીન,
લાગી નવાઈ હવે જ્યાં શ્વાસ મારો લૂંટાયો છે,

મારા જીવનનો ભાર વેન્ટિલેટરને સોંપાયો છે,
રૂમમાં ઉભેલો કાળ, એને જોઈ મૂંઝાયો છે.
- નિશાંક મોદી

No comments:

Post a Comment