Sunday, February 25, 2018

એક કલમમાં હું રક્ત

આ કવિતામાં પ્રાસ વધુ બેસાડ્યો નથી પણ શ્વાસ પૂરો બેસાડ્યો છે.

એક કલમમાં હું રક્ત ભરીને આવ્યો છું,
કોરા કાગળનું હું કત્લ કરીને આવ્યો છું,

ધ્રૂજે કેવી ઓલી મ્યાન લોહીનાં ટીપાંથી,
એમાં હું લથબથ તલવાર મૂકીને આવ્યો છું,

લાગતું નથી કે વાત સારી રીતે થશે કેમ કે,
મનમાં તિક્ષ્ણ શબ્દબાણ ચઢાવીને આવ્યો છું

શાંતિનો સફેદ રંગ દહોળાઈ ન જાય જોજે,
ખંજર જેવી આંખોમાં ધાર કરાવીને આવ્યો છું,

દિલ કેટલાય ચિરાઈ ગયા હશે આજે તો,
મહેફિલમાં પ્રેમની ગઝલ કહીને આવ્યો છું.
- નિશાંક મોદી

No comments:

Post a Comment