Tuesday, July 24, 2018

લિંચિંગ

#Lynching

લડી લડીને મરી ગયા લોકો અહીં અંદરો અંદર,
વાંદરો પૂછે બેસી ઝાડ પર કે, તું બંદર કે હું બંદર,

હાથમાં રાખી લાકડી, ટોળા સાથે કરી તે દાદાગીરી,
એકલા માણસને ધીબી કેમ સમજે તું ખુદને ધુરંધર,

આમ તો ડરપોકપણું તારામાંય છલકે છે બરાબર,
હિંમત હોય તો રોક, વિડીયો ઉતારી ના કર આંડબર,

વહેવડાવે છે જેનું રક્ત એ માણસ કોઈકની છાયા,
તો કેમ દેખાતો નથી તને એમાં રામ કે પછી પયગંબર,

નીકળ્યો તો આખું વિશ્વ જીતવાને ખોવાઈ ગયો,
ક્યારેક મળે તો પૂછજે, શું પામ્યો તો અંતે પેલો સિકંદર,

લડી લડીને મરી ગયા લોકો અહીં અંદરો અંદર,
વાંદરો પૂછે બેસી ઝાડ પર કે, તું બંદર કે હું બંદર...
- નિશાંક મોદી

Monday, July 23, 2018

हिंदी कविता

कच्ची ईंटे, सस्ती सीमेंट, बढ़ तो जाएगी कीमत मकान की,
गिरती हुई ईमारत पूछेगी, क्या नही होती कीमत जान की,

गौ हत्या के हत्यारे को मार कर देख कैसे ले लिया बदला,
आग बुजाने आग लगा दी दोस्त, कीमत नही यहाँ इंसान की,

कचरे के ढ़ेर पर सूखती रोटी देखकर खयाल आया,
क्यो भर रहा है वो लॉन आज, कीमत नही बेबस किसान की,

गिनते गए पैसा, कमाते गए इज्जत, आखिर में शून्य,
कोई एक बार पूछ आओ, मिट्टी की कीमत उस स्मशान की,

कौन कहता है, मुहोब्बत बड़ी महँगी चीज़ है यारो,
बस एक बार बंध तो हो जाये, ये कीमती नफ़रतें दुकान की,

कच्ची ईंटे, सस्ती सीमेंट, बढ़ तो जाएगी कीमत मकान की,
गिरती हुई ईमारत पूछेगी, क्या नही होती कीमत जान की।
- निशांक मोदी

Saturday, July 14, 2018

શક્યો

એણે વાત માની નહિ, ને ના હું મનાવી શક્યો,
આજ કારણ હતું કે, સંબંધ ના હું ટકાવી શક્યો,

એણે રાઝ જાણ્યું નહિ, ને ના હું જણાવી શક્યો,
આજ કારણ હતું કે, સંબંધ ના હું ટકાવી શક્યો,

એણે અહમ છોડ્યો નહિ, ને ના હું છોડાવી શક્યો,
આજ કારણ હતું કે, સંબંધ ના હું ટકાવી શક્યો,

એણે ભ્રમ તોડ્યો નહિ, ને ના હું તોડાવી શક્યો,
આજ કારણ હતું કે, સંબંધ ના હું ટકાવી શક્યો,

એણે શણગાર સજ્યો નહિ, ને ના હું સજાવી શક્યો,
આજ કારણ હતું કે, સંબંધ ના હું ટકાવી શક્યો,

એણે ઘર તૂટતા બચાવ્યું નહિ, ને ના હું બચાવી શક્યો,
આજ કારણ હતું કે, સંબંધ ના હું ટકાવી શક્યો...
- નિશાંક મોદી

Friday, July 13, 2018

રથયાત્રા 2018

#રથયાત્રા2018 #જયજગન્નાથ #જયરણછોડ

ફરવા નીકળ્યો મારો શામળિયો, લઈને એની ટોળી,
ના રાધા કે રૂકમણી, આજ માત્ર ભાઈ બહેનની જોડી,

ખ્યાલ એને કે કદાચ નહીં સંભળાય લોકોની વેદના,
નીકળ્યો નગરજનની યાત્રાએ સૂરીલી વાંસળીનેય છોડી,

ધારત તો બોલાવી દેત એની સભામાં કોઈનેય,
ઈશ્વર છે એટલે તો જીવે હજી એનામાં સંવેદનાય થોડી,

ડૂબતાને બચાવવાની આદત એની ઝીલીને પડકાર,
રથ લઈને નીકળ્યો કાનો, તારશે લોકોની ડૂબતી હોડી,

ફરવા નીકળ્યો મારો શામળિયો, લઈને એની ટોળી,
ના રાધા કે રૂકમણી, આજ માત્ર ભાઈ બહેનની જોડી.
- નિશાંક મોદી