Friday, July 13, 2018

રથયાત્રા 2018

#રથયાત્રા2018 #જયજગન્નાથ #જયરણછોડ

ફરવા નીકળ્યો મારો શામળિયો, લઈને એની ટોળી,
ના રાધા કે રૂકમણી, આજ માત્ર ભાઈ બહેનની જોડી,

ખ્યાલ એને કે કદાચ નહીં સંભળાય લોકોની વેદના,
નીકળ્યો નગરજનની યાત્રાએ સૂરીલી વાંસળીનેય છોડી,

ધારત તો બોલાવી દેત એની સભામાં કોઈનેય,
ઈશ્વર છે એટલે તો જીવે હજી એનામાં સંવેદનાય થોડી,

ડૂબતાને બચાવવાની આદત એની ઝીલીને પડકાર,
રથ લઈને નીકળ્યો કાનો, તારશે લોકોની ડૂબતી હોડી,

ફરવા નીકળ્યો મારો શામળિયો, લઈને એની ટોળી,
ના રાધા કે રૂકમણી, આજ માત્ર ભાઈ બહેનની જોડી.
- નિશાંક મોદી

No comments:

Post a Comment