Sunday, February 25, 2018

PadmavatiControversy

#PadmavatiControversy
સ્કૂલમાં ભણતાં ત્યારે એક સુવાક્ય બોર્ડ પર બહુ વાંચવા મળતું, આજે ફરી વાર એ સાચું લાગ્યું કે,

"ક્ષમા એ વીરોનું આભૂષણ છે." આનો અર્થ એમ થાય કે કોઈને માફ કરવું એ સામાન્ય માણસનું કામ નથી, એના માટે વીર પુરુષ બનવું પડે.

एक घर मे रहकर भी लोग लापता है,
ये मेरा देश टुकडों में जो अब बंटा है,

जल रहा शहर मासूम यहाँ परेशान है,
पूछ रहा सवाल मेरी क्या यहा खता है,

लोकशाही में लोग कानून हाथ में लेले,
चिंता का ये विषय नही अब ये व्यथा है।
- निशांक मोदी

ધનતેરસની

ધનતેરસની શુભકામનાઓ

આજ દીપ એક બોધ શીખવશે,
જે ભરાશે એ કદીક ખાલી થશે,
બળીશું તો જ પામીશું ઉજાસ,
ખોટો રૂપિયો ખોટા માર્ગે જશે,

ધન જરૂરી પણ ખપ પૂરતું જ,
ના બાંધ રહેવા દે તું ઉડતું જ,
સતકર્મમાં ખર્ચ પાછું વળશે,
કોઈ ન છીનવે જે તારું હતું જ,

વધાવી લે લક્ષ્મીજીને તેરસે,
ફરી જાગીશ તું આવતા વર્ષે,
એક દિવસની પ્રાર્થના તારી,
આખુંય વર્ષ તને પાછી ફળશે,

કમાજે ધન પણ ગાંડો ના થતો એની પાછળ,
ધનને શ્વાસની દોડમાં શ્વાસ હશે કાયમ આગળ.
- નિશાંક મોદી

બે હાથ મસળતા

Happy Winter

બે હાથ મસળતા થોડોક ગરમાવો શરૂ થયો,
ફૂલગુલાબી ઠંડી આવીને શિયાળો શરૂ થયો,

ફ્રીજના બાટલા માટલાંની પાસે ગોઠવાયા,
તજ સૂંઠથી ભરપૂર કાવોને ઉકાળો શરૂ થયો,

બત્તીનો પ્રકાશ હવે સહેજ ધૂંધળો લાગે,
ધૂળ ધૂમમ્સ ભેગા મળ્યા કે ધુમાડો શરૂ થયો,

શેકાતો બફાતો સૂરજ સહેજ ઠંડો પડ્યો,
ગોઠવેલા તાપણાંનો તાપ હુંફાળો શરૂ થયો,

સવારની નીંદર વધુ મજાની લાગવા લાગી,
રજાઈનો એ સ્પર્શ: વધુ સુંવાળો શરૂ થયો,

બે હાથ મસળતા થોડોક ગરમાવો શરૂ થયો,
ફૂલગુલાબી ઠંડી આવીને શિયાળો શરૂ થયો.
- નિશાંક મોદી

ગીત- રાત એક અજવાળી

*ગીત*
રાત એક અજવાળી મળી,
નજર તારી તરફ જે વળી,

આસપાસ બસ તને માણું,
કેમ કરી જો હું ખુદને જાણું,
જાત મારી ઉલજે બની ઉખાણું,
મળજે મને આમ અહીં રોજ ફરી

રાત એક અજવાળી મળી....

રસ્તાની ભીડ સારી લાગે,
દુનિયા હવે મને મારી લાગે,
સુગંધ આમતેમ તારી લાગે,
ડાળી ઝુકાવે બની તું ફૂલની કળી

રાત એક અજવાળી મળી....

હાથમાં તારા જોઈ ચકરડી,
મન મારું ઘૂમે થઈ ભમરડી,
ઉંમર થાય તને જોઈ ઘરડી,
લાગે યૌવનની છટા તને જ ફળી

રાત એક અજવાળી મળી,
નજર તારી તરફ જે વળી.
- નિશાંક મોદી

ठंड से काँपते बच्चे

ठंड से काँपते बच्चे को परवरदिगार बनाके आया हूँ,
कबूल होगी दुआ में मज़ार पे चादर चढ़ाके आया हूँ,

बरसों से की शिवलींग की पूजा आज भोले खुश हुए,
एक बूढ़ी औरत को दूध का लौटा पिलाक़े आया हूँ,

देखी आज उनकी हँसी, मुस्करा रहे थे ईसा मसीह,
एक तिनके की झोपड़ी में मोमबत्ति जलाके आया हूँ,

फक्र होगा गुरु नानक जी को मुझ पे आज फिर,
नि:वस्त्र बेबस लड़की को पगड़ी में लपेटके आया हूँ,

कुदरत भी महेरबान होगी आज मुझ पे यारों,
मोहब्बत से इंसान को इंसानियत शिखाके आया हूँ,

ठंड से काँपते बच्चे को परवरदिगार बनाके आया हूँ,
कबूल होगी दुआ में मज़ार पे चादर चढ़ाके आया हूँ।

- निशांक मोदी

ગળે વળગેલ યુગલ

ગળે વળગેલ યુગલ જોઈ એક વિચાર આવ્યો,
ખરેખર ઈશ્વર મને તારા પર ફરી પ્યાર આવ્યો,

જોઈ મેં બન્ને આંખો ભીંજાયેલી બન્ને જણાની,
સાગર જેવી સૃષ્ટિનો મોતી બની બહાર આવ્યો,

આગોશમાં હતા એ પ્રેમીપંખીડા એકબીજાની,
તારા હયાતીનો વિશ્વાસ આજે બારોબાર આવ્યો,

લાગ્યું કે મળે આ લોકો જાણે વર્ષો પછી આજે,
વિરહ પછી મિલનનો સમય હવે ભારોભાર આવ્યો,

વાક્યો પુરા નતા થતાને ડૂસકાઓ રોકતા એમને,
મદદે એમની હૃદયસ્પર્શી લાગણીનો સહકાર આવ્યો,

દ્રશ્ય મેં જે જોયું હતું એ અશ્રુઓથી ભરેલું પણ,
હજુય કોક ચલાવે દુનિયા તારા માટે અહંકાર આવ્યો,

ગળે વળગેલ યુગલ જોઈ એક વિચાર આવ્યો,
ખરેખર ઈશ્વર મને તારા પર ફરી પ્યાર આવ્યો.
- નિશાંક મોદી

किस सोच में पड़

किस सोच में पड़ रहे है हम सब,
एक ही तो है ईश्वर अल्लाह रब,

भीगी पलके और मुस्कराते चेहरे,
दोनों सच्चे कह दो धरम या मजहब,

बरसों से लड़े जा रहे लोग यहां,
गहरी गलत नींद से जागेंगे हम कब,

खुदा होगा निराश भगवान परेशान,
एकदूसरे का खून बहाते है हम जब,

मंदिर में बजे अजान मस्जिद में घंटिया,
रख देते है गीता कुरान साथ मे अब,

किस सोच में पड़ रहे है हम सब,
एक ही तो है ईश्वर अल्लाह रब।
- निशांक मोदी

आगे बढ़ने का वो ख़्वाब

आगे बढ़ने का वो ख़्वाब लेके बैठे थे,
दफ्तरों में एक वो किताब लेके बैठे थे,

जाके कोई देखो, मिट गई क्या नफ़रतें,
जंग के मैदान में वो गुलाब लेके बैठे थे,

गालों पे जलन महसूस होगी अब तो,
आंसू का आंखों में वो सैलाब लेके बैठे थे,

बचिकुची इज्ज़त गवां दी आज तो,
मयख़ाने में खाली वो शराब लेके बैठे थे,

करने गए पुण्य, पाप हो गया उनसे,
जुगनुओंको समजाने वो चिराग लेके बैठे थे,

बुलंद थी पहचान, ना मिला हमसफ़र,
भीड़ में तन्हा काला वो नक़ाब लेके बैठे थे,

आगे बढ़ने का वो ख़्वाब लेके बैठे थे,
दफ्तरों में एक वो किताब लेके बैठे थे।
- निशांक मोदी

રોજ મળે સામે

રોજ મળે સામે, ખરેખર તોય એ મળતી નથી,
જિંદગી છે જિંદગી મરજી મુજબ ચાલતી નથી,

તૂટેલા સ્વપ્નો વીણ્યા ભીની આંખે,
દૂરના સફરો સર કર્યા ઝીણી પાંખે,
કદીક હું આગળ કદીક એ આગળ,
ના એક જગા મળી જ્યાં અમે સાથે,
જીદથી ભરેલી આ જિંદગી કશુંય માનતી નથી...

રોજ મળે સામે, ખરેખર તોય એ મળતી નથી,
જિંદગી છે જિંદગી મરજી મુજબ ચાલતી નથી,

અનુભવો હર્ષ આંસુનું મિશ્રણ થોડા,
કડવા મીઠા ને કદીક એ તીખાં મોળા,
તકલીફમાં એક હાથ ન હતો ખભેને
ખુશીના પ્રસંગમાં ઉમટ્યા ટોળે ટોળાં,
હરક શોક બેય લાગણી આ જિંદગી માણતી નથી...

રોજ મળે સામે, ખરેખર તોય એ મળતી નથી,
જિંદગી છે જિંદગી મરજી મુજબ ચાલતી નથી,

રમતિયાળ બાળપણ ભૂલો વિનાનું,
જવાની ઘરે કઈ કીધા વિના જવાનું,
ઘડપણનું આ મોજું થોડું તરંગી ખરું,
ભૂલી ના જાય જોજે શ્વાસ લેવાનું,
પારણું ક્યારે થઈ જાય રાખ જિંદગી જાણતી નથી...

રોજ મળે સામે, ખરેખર તોય એ મળતી નથી,
જિંદગી છે જિંદગી મરજી મુજબ ચાલતી નથી.
- નિશાંક મોદી

मिट्टी से दिया बनता है

मिट्टी से दिया बनता है मिट्टी से इंसान बनता है,
मिट्टी से खुदा बनता है मिट्टी से भगवान बनता है,

जस्न मना, क्या तेरा त्यौहार क्या मेरा त्यौहार,
बादलो से नही रंगों से ही तो आसमान बनता है,

सबक अच्छाई का शीखो और शिखाओं आप,
इस अच्छाई से ही आदमी गीताकुरान बनता है,

मोहब्बत करो यारों जंग में वो मज़ा नही यारों,
हिन्दू मुसलमान को इकठ्ठा कर हिंदुस्तान बनता है,

मिट्टी से दिया बनता है मिट्टी से इंसान बनता है,
मिट्टी से खुदा बनता है मिट्टी से भगवान बनता है।
- निशांक मोदी

નટ- રસ્તે દોરડે નાચતાં બાળકો

નટ- રસ્તે દોરડે નાચતાં બાળકો

પાંચ સાત વર્ષના બાળકોને નાચતા જોયા,
દોરડું નહિ ખીલે ભવિષ્યને બાંધતા જોયા,

ના કોઈ અકસ્માતનો અહેસાસ એમને,
આંખોમાં ભીનાશ પણ ચહેરા હસતાં જોયા,

કર્મ જ જાણે એમનો સિદ્ધાંત હોય કે,
સાચું કહું શ્રીકૃષ્ણને મેં ગીતા વાંચતા જોયા,

પરસેવાથી નહાતા હાથમાં ડફળી વગાડતા,
ધોમ તાપમાં પાંચ રૂપિયા માટે દાઝતા જોયા,

આસપાસના લોકોની દ્રષ્ટિ દ્રુણા ભરેલી,
બાળકો નહિ મેં લોકોને ત્યાં લાજતાં જોયા,

પાંચ સાત વર્ષના બાળકોને નાચતા જોયા,
દોરડું નહિ ખીલે ભવિષ્યને બાંધતા જોયા.
- નિશાંક મોદી

શુભદિવાળી

શુભદિવાળી ને નવવર્ષની શુભેચ્છાઓ

માટીના કોડિયામાં એક દિવેટ ઘીવાળી કરીને આવ્યો છું,
પ્રગટાવી આશાનો દીવડો હું દિવાળી કરીને આવ્યો છું,

દેખરેખ રાખી જેણે મારા હવા ઉજાસની આખું વર્ષ,
ચકમકતાં બલ્બથી બારીને હું રૂપાળી કરીને આવ્યો છું,

દિવસ રાત પછડાતાને ખુદનો અવાજ અલગ રાખતા,
બારણાં રહેશે ખુલ્લા, ઉંબરે રંગોળી કરીને આવ્યો છું,

શણગાર્યું આકાશ ફટાકડાના નવરંગી રંગોથી મેં,
અંધારી રાત અમાસની હું અજવાળી કરીને આવ્યો છું,

આવતીકાલથી કરીશું શરૂ નવું પ્રકરણ જિંદગીનું,
મનમેલી ચૌદેશને ગઈકાલે જ હું કાળી કરીને આવ્યું છું,

માટીના કોડિયામાં એક દિવેટ ઘીવાળી કરીને આવ્યો છું,
પ્રગટાવી આશાનો દીવડો હું દિવાળી કરીને આવ્યો છું.
- નિશાંક મોદી

સારી ચૌદશ

#સારી ચૌદશ

નીકળ્યો ફરવા હું આજે એમ જ ને અમસ્થા,
મન મેલા પાછા વળ્યાં, મુંઝવણમાં ચાર રસ્તા,

અમારો શું વાંક બધી દિશાઓ તો આપની,
કદી સાંભળ્યું કે 'રોડ પર ભૂતો હોય વસતાં',

એક લોટો પાણીનો કેવી રીતે દૂર કરે કકળાટ,
દાળવડું પૂછે ગોળ કુંડાળાને હસતાં હસતાં,

ફિકર આટલી જ જો નકારાત્મકતાની હોય,
મન બદલો જેમાં ચાલે આવા વિચારો સસ્તાં,

દર્શાવે આ કે ઈશ્વરમાં તારી છે અધૂરી શ્રદ્ધા,
મનનું ઘર રાખ ચોખ્ખું ના કર મેલા આ રસ્તા,

નીકળ્યો ફરવા હું આજે એમ જ ને અમસ્થા,
મન મેલા પાછા વળ્યાં, મુંઝવણમાં ચાર રસ્તા.
- નિશાંક મોદી

પ્રેમની વાતમાં તું નીકળી સવાઈ

પ્રેમની વાતમાં તું નીકળી સવાઈ,
તે કર્યો પ્રેમ, મેં એની કરી ભવાઈ,

દુનિયા ખાતર મેં તને જે છોડી,
આંખોમાં તારી જ દુનિયા છવાઈ,

કડવાશ લાગે મને આ પ્રેમમાં,
મજા હતી જે થતી મીઠી લડાઈ,

રસ્તો ભુલ્યો હું, અટવાયો ક્યાંક,
સીધા માર્ગે કેમ ના તું મને લાઇ,

હ્ર્દયમાં ઘાવ પણ ચહેરે સ્મિત,
આંસુઓને લાગી આ ફરી નવાઈ,

પ્રેમની વાતમાં તું નીકળી સવાઈ,
તે કર્યો પ્રેમ, મેં એની કરી ભવાઈ.
- નિશાંક મોદી

શબ્દને અલંકારથી

શબ્દને અલંકારથી ભલે હું અજાણ છું,
કવિતાને ગઝલ છોડ, શબ્દોને માણ તું,

મારા મન એકસમાન બધા જ અક્ષરો,
લઘુગુરુની ના ઉભી કર આ જંજાળ તું,

માણસે ગોઠવી દિશાઓ પોતાની ખાતર,
ઉગાડ સૂર્યને પૂર્વમાંને પશ્ચિમમાં ઢાળ તું,

બંધારણ ઈશ્વરેય જુદું રાખે સમય મુજબ,
દરિયો બાંધે ના કિનારો ને બાંધે પાળ તું,

હ્ર્દય ધબકવાના કોઈ નિયમ નથી દોસ્ત,
આંખો ઢળતા કહે મનને સારું વિચાર તું,

શબ્દને અલંકારથી ભલે હું અજાણ છું,
કવિતાને ગઝલ છોડ, શબ્દોને માણ તું.
- નિશાંક મોદી

निःशस्त्र लब्ज़ों के कई

निःशस्त्र लब्ज़ों के कई घाव गहैरे होते है,
छिपकर जाना कब्रस्तान में भी पहेरे होते है,

विरोधी हो तो थोड़ा जोर से चिल्लाना यारों,
सियासतों में आजकल लोग भी बहैरे होते है,

झूठे ही सही यकीन दिलवाते है वो मुखोटे,
हर कोई कातिल, बेनकाब जब चहेरे होते है,

यूह ना खुश हो बारिश के सुहाने मौसम से,
सोचो लोग जो बिना छत रास्ते मे ठहरे होते है,

निःशस्त्र लब्ज़ों के कई घाव गहैरे होते है,
छिपकर जाना कब्रस्तान में भी पहेरे होते है।
- निशांक मोदी

आमने सामने हुई थी

आमने सामने हुई थी जो बात छोटी थी,
पल में गुजर गई वो एक रात छोटी थी,

यूह तो शरीक हुए थे मेरे जनाजे में वो,
कमबख्त जो लाये वो सौगात छोटी थी,

सलाम वालेकुम, खुदा हाफ़िज़ दो लब्ज़
थे मेरे इश्क के गवाह, मुलाकात छोटी थी,

समय मिले तो धार करवाना नजरों को,
इस बार मिली थी जो वो घात छोटी थी,

जीत जाऊ जो तुमसे, स्वीकार कर लेना,
पीछे से लोग को मत कहना जात छोटी थी,

आमने सामने हुई थी जो बात छोटी थी,
पल में गुजर गई वो एक रात छोटी थी।
- निशांक मोदी

शुक्र है वो आदतें छूट

शुक्र है वो आदतें छूट गई स्कूल जाने की,
साथ ले गई वो सच्ची वजह मुस्कुराने की,

एक बस्ता ही तो था थोड़ा भारी कँधे पे,
पर थी उसमें ताकत सबकुछ सुलझाने की,

कभी साइकल कभी पाँव कभी धूप कभी छाँव,
खुशी अजीब सी होती स्कूल से घर आने की,

अब भी बोझ रहता है कंधे पर वैसा ही,
कोशिश करते रहेते है खुद को उलझाने की,

दो पहिया चार पहिया प्रयास करते रहेते,
दफ्तर से घर तकका अंतर छोटा बनाने की,

फर्क पहले और अब में इतना रहा है कि,
जीतकर लौटते,अब आदत खुद को हराने की।
- निशांक मोदी

रुक जाए जो कलम

रुक जाए जो कलम, वो लोग स्याही बदल देते है,
देर हो जाए मंज़िल पाने में लोग राही बदल देते है,

अर्ज़ी करता हु रोज न्यायालय को, सुनादे फैसला,
चंद रूपियों की खातिर लोग गवाही बदल देते है,

जलाने चला था, एक पडोशी मुल्क बड़े जोर से,
देश में शांति रखो, इरादे मेरे तबाही बदल देते है,

सुन लिया कर एक बार में तेरे बंदों की फ़रियाद,
छोटी छोटी तकलीफ में लोग खुदा ही बदल देते है,

देखा दो पंछियो को प्यार करते हुए,अच्छा लगा,
नजाने हम इंसान किस तरह हमराही बदल देते है,

रुक जाए जो कलम, वो लोग स्याही बदल देते है,
देर हो जाए मंज़िल पाने में लोग राही बदल देते है।
- निशांक मोदी

ગણિત

#WorldMathsDay #Zero
#PlusMinusMultiplyDivide

કિંમત જેની ગણિતમાં મેં નગણ્ય ધારી,
શુન્યની મંડળીએ એકની કિંમત વધારી,

ફરક ના પડ્યો જીવનના સરવાળામાં,
ઉમેરતા થાકી ગ્યા અમે આ તું ને તારી,

માગ્યું જેણે જે કંઈ પણ આપી દીધું,
બાદબાકી કરી બેઠા રોજ કરી ઉધારી,

નિરાકરણ લાવ્યા પ્રશ્નોને ગુણી ગુણી,
જવાબ મળતો અમને સહેજ ભારી,

ના સમજાયું કદીય ભાગાકારનો નિયમ,
શૂન્યથી કેમ ના થઇ શકે ભાગીદારી,

ગણિતના વિષયે ઘણાની જિંદગી સંવારી,
છોડાવ્યું ભણતર કેટલાયનું કરી મગજમારી
- નિશાંક મોદી

सुनकर वो बेवफाई

सुनकर वो बेवफाई की गुज़ारिश ले गया,
फँस जाते लोग यहाँ, वो साजिश ले गया,

चला में दूर बादलो की तरह आसमां में,
आंखों की सारी नमी, वो बारिश ले गया,

बातें कर रही थी फूलो की पत्तियां आज,
एक भंवरा उनका कोई वो वारिस ले गया,

मदहोश थे वो ख्वाबों में बंध आँखों मे,
चुरा कर कोई यहाँ अधूरी ख्वाहिश ले गया,

सुनकर वो बेवफाई की गुज़ारिश ले गया,
फँस जाते लोग यहाँ, वो साजिश ले गया।
- निशांक मोदी

જીવનની બધી વાતો

જીવનની બધી વાતો ભલે તું કડવાશથી લે,
એક આ જિંદગીને ખાલી તું હળવાશથી લે,

ધ્યાન દેજે, દરેક ક્ષણમાં ચારેકોર વસી છે,
આ કોઈના સ્પર્શ:ની મહેક તું શ્વાસથી લે,

ઘાસની વેદના લેવા જમીન પર આવું પડે,
કેમ નીંદણનો હિસાબ ભઈ તું આકાશથી લે,

ઘુમતો રહેવાનો ગોળ ગરબાની જેમ હંમેશા,
જીવનનો આનંદ લયબદ્ધ થતી તું રાસથી લે,

અંધકારમય જીવન કોનું નથી હોતું અહીં,
જિંદગીની ગાડીનું સ્ટેશન તું ઉજાસથી લે,

પુરી જિંદગી નીકળી જાય ઓળખવામાંને
અંતિમ પળોમાં પરખ અહીં તું લાશથી લે,

જીવનની બધી વાતો ભલે તું કડવાશથી લે,
એક આ જિંદગીને ખાલી તું હળવાશથી લે.
- નિશાંક મોદી

એક ગુમશુદા પોસ્ટકાર્ડ

#WorldPostDay

એક ગુમશુદા પોસ્ટકાર્ડ

ઓળખાતું જે કદીક જે ધમાલ બની,
ખોવાયું જે આજે એક સવાલ બની,

હરખને દુઃખનો સાક્ષી એ કદીક હતો,
અશ્રુનું સર્જન કરતો કાચો માલ બની,

જમાનો એનોય હતો એક વખત,
મૂંઝાય ખૂણામાં આજમાંથી કાલ બની,

આટલા વર્ષે એની ઈચ્છા ફરી જાગી,
જે વૃક્ષમાંથી બન્યું ચમકું એની છાલ બની
- નિશાંક મોદી

એક કલમમાં હું રક્ત

આ કવિતામાં પ્રાસ વધુ બેસાડ્યો નથી પણ શ્વાસ પૂરો બેસાડ્યો છે.

એક કલમમાં હું રક્ત ભરીને આવ્યો છું,
કોરા કાગળનું હું કત્લ કરીને આવ્યો છું,

ધ્રૂજે કેવી ઓલી મ્યાન લોહીનાં ટીપાંથી,
એમાં હું લથબથ તલવાર મૂકીને આવ્યો છું,

લાગતું નથી કે વાત સારી રીતે થશે કેમ કે,
મનમાં તિક્ષ્ણ શબ્દબાણ ચઢાવીને આવ્યો છું

શાંતિનો સફેદ રંગ દહોળાઈ ન જાય જોજે,
ખંજર જેવી આંખોમાં ધાર કરાવીને આવ્યો છું,

દિલ કેટલાય ચિરાઈ ગયા હશે આજે તો,
મહેફિલમાં પ્રેમની ગઝલ કહીને આવ્યો છું.
- નિશાંક મોદી

એક પતંગિયું

એક પતંગિયું

એક પતંગિયું ફૂલો વચ્ચે એવું સપડાયું,
સુગંધની જાળમાં એ હાથે કરીને ફસાયું,

ખુદના નવરંગ મૂકી દીધા પાંખો પર,
એકાદ રંગના મોહમાં ફૂલ તરફ આકર્ષાયું,

ઘડીક એક ડાળે ઘડીક બીજી ડાળે,
આખરે તો મનમોજીને નથી કદીય પકડાયું,

નથી ઊંચી ઉડાન એની બાજ જેવી,
તોય એની આંખોમાં વિશ્વનું બાગ સમાયું,

ભલે રસ ચૂસીને એકઠી કરી મીઠાશ,
ખુદના રંગ છોડ્યાને ફૂલના રંગેય ના રંગાયું,

આ માણસનું પણ કંઈક આવું જ છે,
સમાજના તાંતણા વચ્ચે મન આપડું બંધાયું,

એક પતંગિયું ફૂલો વચ્ચે એવું સપડાયું,
સુગંધની જાળમાં એ હાથે કરીને ફસાયું.
- નિશાંક મોદી

પહેલો વોટ ગોઝ ટુ ઇન્ડિયન એર ફોર્સ

#SaluteAirCommand #IndianAirForceDay

પહેલો વોટ ગોઝ ટુ ઇન્ડિયન એર ફોર્સ

નેતા જેમ એ કાયમ હવામાં વાત કરે છે,
પણ તોય ઓળખાય એવું એ નામ કરે છે,

બદલે એકાદ વિમાન જો પોતાની દિશા,
ને અહીં જમીન પર બદલાય દેશની દશા,
પાંચ વર્ષનો કોઈ કોન્ટ્રાકટ નથી લેતો એ,
દુશ્મનો ઉંધા પછાડી દેશને સલામ કરે છે,

ખ્યાલ એને કોઈ સરકાર કાયમ નથી,
પાળી શકે નિયમિત એવા નિયમ નથી,
પસંદ નથી એને રાજનેતાની વાતોમાં,
એતો ગોળી બારુદથી પોતાનું કામ કરે છે,

જમીન સાથે ક્યારેક થાય સંપર્ક વિહોણા,
ઉલઝતા નથી સાંભળી એકેય મેણાટોણા,
જ્યાં જમીન પર નેતા કરે વસાહતો એકઠી,
આપી સમર્પણ આસમાનને મુકામ કરે છે.

It is not comparsion between Indian Air Force and politicians but it's difference.

-નિશાંક મોદી

પગાર આપવોય પડેય

પગાર આપવોય પડેય માણસના કામકાજ મુજબ,
રાજાનેય મળે બિરુદ સમ્રાટનું કરેલા રાજ મુજબ,

પર્વતોને ગુફાઓએ સ્વીકારી લીધું, તું હવે સ્વીકાર,
પડઘાનો શું વાંક એ પ્રતિભાવ આપે અવાજ મુજબ,

આ મોરની સુંદરતા કલગી નહી મોરપીંછ છે,
માણસના ચપ્પલની કિંમત કેમ તું આંકે તાજ મુજબ,

વાયદાઓ કાયમ સરખા નથી રહેતા, બદલાયા કરે,
કાલે હતા જે કાલ મુજબ આજે એ છે આજ મુજબ,

સવારે તો પોતાના બિસ્તરા પોટલાં સેટ કરી દીધા,
બપોર રાતને ગોઠવણ કરવી પડે ખુદની સાંજ મુજબ

પગાર આપવોય પડેય માણસના કામકાજ મુજબ,
રાજાનેય મળે બિરુદ સમ્રાટનું કરેલા રાજ મુજબ.
- નિશાંક મોદી

વાતોમાં વાત નીકળી

વાતોમાં વાત નીકળી ને સાંજ થઈ,
લે જીવનમાં ફરી આજે મજાક થઈ,

પારેવું લાયો પિંજરમાં કોઈએ ના પૂછ્યું,
ઉડાવ્યું આજે લોકો જુએ અવાક થઈ,

દિવસભર સ્વપ્નો આળસ મરડે જ્યાં,
રાતે સફાળા જાગે એ જ સજાક થઈ,

ગણતરી બધી જ ચોપડે સાચી લાગે,
ગૂંચવે જિંદગીના વર્ષો રોજ આંક થઈ,

જોઈ ખોટું થતું કદીક બોલવુંય પડેને,
આપેલી સલાહ આવે પાછી વાંક થઈ,

મન ભલે રહ્યું મજબૂત મનોબળવાળું,
ક્યારેક તો થકવી દે દેહને એ થાક થઈ,

વાતોમાં વાત નીકળી ને સાંજ થઈ,
લે જીવનમાં ફરી આજે મજાક થઈ.
- નિશાંક મોદી

તહેવારની રજા પણ પહેલા જેવી નથી મજા

તહેવારની રજા પણ પહેલા જેવી નથી મજા

તહેવાર ખાલી એક વ્યવહાર બની ગયો છે,
દર અઠવાડિયે વીતતો રવિવાર બની ગયો છે,

ક્યાં નવા કપડાંનો મોહને ઘરની વાનગીનો સ્વાદ,
પરાણે ઉચકવો પડે સ્નેહનો ભાર બની ગયો છે,

કેમ હું જ જવું એના ઘરે એ ના આવે મારા ઘેર,
દુઃખી સમાજને ટોકતો એ અહંકાર બની ગયો છે,

પગે લાગવાનો રિવાજને બક્ષિસ લેવાની રીત,
ભુલાઈ ગયેલી પસ્તીનો સમાચાર બની ગયો છે,

પૂછી લઈએ હાલચાલ કોઇ મનના ભાવ વગર,
કઠપૂતળી નાચે જેનાથી એવો તાર બની ગયો છે,

તહેવાર ખાલી એક વ્યવહાર બની ગયો છે,
દર અઠવાડિયે વીતતો રવિવાર બની ગયો છે.
- નિશાંક મોદી

#HindiSong मिला दे मुझको

#HindiSong
मिला दे मुझको, तू मेरा यारा,
रोशन कर गिरता, वो सितारा,

मिला दे मुझको, तू मेरा यारा,
रोशन कर गिरता, वो सितारा,

मौसम था तन्हा, देता तू जो पनाह,
गुजारा हर लम्हा, जैसे एक गुनाह,
मिल के भी ना मिले फिर वो दुबारा,

मिला दे मुझको, तू मेरा यारा...

देखी वो लड़की, पकड़े जो खिड़की,
पूछो इस धड़कनों से कैसे वो धड़की,
साहिल देता जैसे कश्ती को किनारा

मिला दे मुझको, तू मेरा यारा...

इश्क की बीमारी, लगती तुम्हारी,
जीने की चाहें अब लगती है भारी,
मीठी सी यादें, कैसे देती अब सहारा

मिला दे मुझको, तू मेरा यारा,
रोशन कर गिरता, वो सितारा।
- निशांक मोदी

આંખોના સપનાં રાતે સવાલો

આંખોના સપનાં રાતે સવાલો પૂછે છે,
શું પુરા કરવા જ અમને સવારે ઉઠે છે?

માની ગયો દોસ્ત તારી અદાકારી આજે,
હૃદય ભીનું તારું છે ને તું પાંપણ લૂછે છે,

સમય ઘણો વિતાવ્યો સમજાવવા એને,
મનાવ્યાં પછી જો કેમ આજે સમય રૂઠે છે,

જાળવવા જવાની ભર્યો રંગ કાળો માથામાં,
ઉંમર જણાવી દેશે સફેદ વાળ જે મૂછે છે,

હાજરી મારી તકલીફ દાયક લાગે બીજાને,
જેમ કાંટાને પૂછીએ તો કહે ગુલાબ ખૂંચે છે,

આંખોના સપનાં રાતે સવાલો પૂછે છે,
શું પુરા કરવા જ અમને સવારે ઉઠે છે?
- નિશાંક મોદી

ગાંધી બનવું અઘરું છે...

ગાંધી બનવું અઘરું છે...

હાથમાં રાખી લાકડી, કોઈને ન મારવું અઘરું છે,
સહેલું બનવું કાંઈ પણ, ગાંધી બનવું અઘરું છે,

એકલા હાથે ઝઝૂમવાનું કામ આસાન નથી,
પોતે ઝુક્યા વગર બીજાને ઝુકાવવુ અઘરું છે,

એકાદ વાર આપી જો સત્યનો સાથ હવે,
ઘણું ચાલી, કામ આ મીઠું ઉપાડવુ અઘરું છે,

તરત ઉપડી જાય આ હાથ ક્રૂર મુઠ્ઠી બની,
ગાલે થપ્પડ ખાઈ બીજું ગાલ ધરવું અઘરું છે,

શૂટબુટ પહેરીને ફરત તો કોણ રોકત એમને,
એક પોતડી પહેરીને ખાદીમાં ફરવું અઘરું છે,

વકીલાત કરી નિવૃત થાતને લોકો ભૂલી જાત,
મોહનમાંથી એક નામ મહાત્મા કરવું અઘરું છે,

હાથમાં રાખી લાકડી, કોઈને ન મારવું અઘરું છે,
સહેલું બનવું કાંઈ પણ, ગાંધી બનવું અઘરું છે.
- નિશાંક મોદી

હેપ્પીદશેરા૨૦૧૭ રાવણ

#હેપ્પીદશેરા૨૦૧૭

રાવણ

ના પામે એના જેવું જ્ઞાન બ્રાહ્મણ બની,
રાવણનેય તું આજે બાળે રાવણ બની,

ઝાંખ પોતાની અંદર એ જ મળશે તને,
દેખાડો રહેવા દે તું પવિત્રતાનો શ્રાવણ બની,

વલણ કડક તારું બીજા રાવણો માટે,
અંદરના રાવણને પંપાળે તું જ માખણ બની,

શોધી લાવ શિવભક્ત એના જેવો કોઈ,
કેમ રક્ત તારું ઉકળે દેહમાં મિશ્રદ્રાવણ બની,

મુશ્કિલ તો જરૂર આ રામ બનવું જગમાં,
અઘરું પડશે જીવી જો એક દી રાવણ બની.
- નિશાંક મોદી

હશે કઈક વિચિત્રતા

હશે કઈક વિચિત્રતા એનીય તિક્ષ્ણ ધારમાં,
મ્યાન ચીરાતી નથી, ખામી લાગે તલવારમાં,

સૂરજનેય તકલીફ તો છે ઊંઘની મારી જેમ,
ખ્યાલ નથી કેમ કરી ઉઠી જાય એ સવારમાં,

પથ્થર કોતરી ને બનાવી દે પ્રતિમા કારીગર,
નક્કી ઈશ્વર બેઠો છુપાઈને આ ઓજારમાં,

મોહ ખરો લોકોને કપડાં રોજ બદલવાનો,
કફન કદીય જોયું નથી સુકાતું કોઈ તારમાં,

મોકો નથી મળતો માફી માંગવાનો સૌની,
ચૂકવી દીધા બધા ઋણ અહીં આભારમાં,

છોડ જગ જીતવાની વાત, મેં માડી વાળ્યું,
સિકંદરે કીધું કબ્રમાંથી મજા છે દોસ્ત હારમાં,

હશે કઈક વિચિત્રતા એનીય તિક્ષ્ણ ધારમાં,
મ્યાન ચીરાતી નથી, ખામી લાગે તલવારમાં.
- નિશાંક મોદી

અંધારું હટી સહેજ

અંધારું હટી સહેજ અજવાળું નીકળે,
ગ્રહણ પણ એવું એકાદ સારું નીકળે,

સાથ આપનાર ભીડ જુદી અહીં,
એવામાં કોઈ જણ એકાદ મારું નીકળે,

ચાવી બધી ફેંકી દઈશ પ્રોમિસ કરું,
ભ્રમ ભરેલા હૃદયનું એકાદ તાળું નીકળે,

છોડું ઘરના કરોળિયાનો વાંક કાઢવાનું,
ગૂંથાયેલા મનનું જો એકાદ જાળું નીકળે,

ઉહાપોહ થઈ જશે આકાશમાં જોજે,
રાહ જોવું મેઘધનુષ એકાદ કાળું નીકળે,

તપાસ કરજે સળગ્યો મહેલ વાણીથી,
શબ્દોનું ફાનસ ના એકાદ તારું નીકળે,

અંધારું હટી સહેજ અજવાળું નીકળે,
ગ્રહણ પણ એકાદ એવું સારું નીકળે.
- નિશાંક મોદી