Sunday, February 4, 2018

સ્પર્શી જઈશ

બહારથી અડ્યા વગર તને અંદરથી અડકી જઈશ,
માટીનાં દેહમાં હું કોમળ હૃદય બનીને ધડકી જઈશ,

સાડલાની કિનાર કઈક ઝાંખી હોય મને એવું લાગે,
લે પાલવમાં હું ટાંકેલા તારલા બનીને ઝળકી જઈશ,

જવાનીનું જોશ જોજે ક્યાંક ગેરમાર્ગે ના દોરે તને,
નિંદર તારી અજંપાભરી રહેશેને તું ભડકી જઈશ,

સ્વાદ નથી, રંગ નથીને આવવાનોય કોઈ સમય નથી,
એકાદ મીઠા પ્રસંગે હું અશ્રુ બનીને સરકી જઈશ,

બહારથી અડ્યા વગર તને અંદરથી અડકી જઈશ,
માટીનાં દેહમાં હું કોમળ હૃદય બનીને ધડકી જઈશ...
- નિશાંક મોદી

No comments:

Post a Comment