Sunday, February 25, 2018

એક પતંગિયું

એક પતંગિયું

એક પતંગિયું ફૂલો વચ્ચે એવું સપડાયું,
સુગંધની જાળમાં એ હાથે કરીને ફસાયું,

ખુદના નવરંગ મૂકી દીધા પાંખો પર,
એકાદ રંગના મોહમાં ફૂલ તરફ આકર્ષાયું,

ઘડીક એક ડાળે ઘડીક બીજી ડાળે,
આખરે તો મનમોજીને નથી કદીય પકડાયું,

નથી ઊંચી ઉડાન એની બાજ જેવી,
તોય એની આંખોમાં વિશ્વનું બાગ સમાયું,

ભલે રસ ચૂસીને એકઠી કરી મીઠાશ,
ખુદના રંગ છોડ્યાને ફૂલના રંગેય ના રંગાયું,

આ માણસનું પણ કંઈક આવું જ છે,
સમાજના તાંતણા વચ્ચે મન આપડું બંધાયું,

એક પતંગિયું ફૂલો વચ્ચે એવું સપડાયું,
સુગંધની જાળમાં એ હાથે કરીને ફસાયું.
- નિશાંક મોદી

No comments:

Post a Comment