Sunday, February 25, 2018

ગાંધી બનવું અઘરું છે...

ગાંધી બનવું અઘરું છે...

હાથમાં રાખી લાકડી, કોઈને ન મારવું અઘરું છે,
સહેલું બનવું કાંઈ પણ, ગાંધી બનવું અઘરું છે,

એકલા હાથે ઝઝૂમવાનું કામ આસાન નથી,
પોતે ઝુક્યા વગર બીજાને ઝુકાવવુ અઘરું છે,

એકાદ વાર આપી જો સત્યનો સાથ હવે,
ઘણું ચાલી, કામ આ મીઠું ઉપાડવુ અઘરું છે,

તરત ઉપડી જાય આ હાથ ક્રૂર મુઠ્ઠી બની,
ગાલે થપ્પડ ખાઈ બીજું ગાલ ધરવું અઘરું છે,

શૂટબુટ પહેરીને ફરત તો કોણ રોકત એમને,
એક પોતડી પહેરીને ખાદીમાં ફરવું અઘરું છે,

વકીલાત કરી નિવૃત થાતને લોકો ભૂલી જાત,
મોહનમાંથી એક નામ મહાત્મા કરવું અઘરું છે,

હાથમાં રાખી લાકડી, કોઈને ન મારવું અઘરું છે,
સહેલું બનવું કાંઈ પણ, ગાંધી બનવું અઘરું છે.
- નિશાંક મોદી

No comments:

Post a Comment