Sunday, February 25, 2018

તહેવારની રજા પણ પહેલા જેવી નથી મજા

તહેવારની રજા પણ પહેલા જેવી નથી મજા

તહેવાર ખાલી એક વ્યવહાર બની ગયો છે,
દર અઠવાડિયે વીતતો રવિવાર બની ગયો છે,

ક્યાં નવા કપડાંનો મોહને ઘરની વાનગીનો સ્વાદ,
પરાણે ઉચકવો પડે સ્નેહનો ભાર બની ગયો છે,

કેમ હું જ જવું એના ઘરે એ ના આવે મારા ઘેર,
દુઃખી સમાજને ટોકતો એ અહંકાર બની ગયો છે,

પગે લાગવાનો રિવાજને બક્ષિસ લેવાની રીત,
ભુલાઈ ગયેલી પસ્તીનો સમાચાર બની ગયો છે,

પૂછી લઈએ હાલચાલ કોઇ મનના ભાવ વગર,
કઠપૂતળી નાચે જેનાથી એવો તાર બની ગયો છે,

તહેવાર ખાલી એક વ્યવહાર બની ગયો છે,
દર અઠવાડિયે વીતતો રવિવાર બની ગયો છે.
- નિશાંક મોદી

No comments:

Post a Comment