Sunday, February 25, 2018

રોજ મળે સામે

રોજ મળે સામે, ખરેખર તોય એ મળતી નથી,
જિંદગી છે જિંદગી મરજી મુજબ ચાલતી નથી,

તૂટેલા સ્વપ્નો વીણ્યા ભીની આંખે,
દૂરના સફરો સર કર્યા ઝીણી પાંખે,
કદીક હું આગળ કદીક એ આગળ,
ના એક જગા મળી જ્યાં અમે સાથે,
જીદથી ભરેલી આ જિંદગી કશુંય માનતી નથી...

રોજ મળે સામે, ખરેખર તોય એ મળતી નથી,
જિંદગી છે જિંદગી મરજી મુજબ ચાલતી નથી,

અનુભવો હર્ષ આંસુનું મિશ્રણ થોડા,
કડવા મીઠા ને કદીક એ તીખાં મોળા,
તકલીફમાં એક હાથ ન હતો ખભેને
ખુશીના પ્રસંગમાં ઉમટ્યા ટોળે ટોળાં,
હરક શોક બેય લાગણી આ જિંદગી માણતી નથી...

રોજ મળે સામે, ખરેખર તોય એ મળતી નથી,
જિંદગી છે જિંદગી મરજી મુજબ ચાલતી નથી,

રમતિયાળ બાળપણ ભૂલો વિનાનું,
જવાની ઘરે કઈ કીધા વિના જવાનું,
ઘડપણનું આ મોજું થોડું તરંગી ખરું,
ભૂલી ના જાય જોજે શ્વાસ લેવાનું,
પારણું ક્યારે થઈ જાય રાખ જિંદગી જાણતી નથી...

રોજ મળે સામે, ખરેખર તોય એ મળતી નથી,
જિંદગી છે જિંદગી મરજી મુજબ ચાલતી નથી.
- નિશાંક મોદી

No comments:

Post a Comment