Sunday, February 4, 2018

હું જાણું છું

આદતોને કહીદો કે અજાણ ના બને હું જાણું છું,
ખોટી તો આ જીંદગીય છે ને તોય એને માણું છું,

કિનારે પહોંચાડવાનું લક્ષ્ય કઈક બીજું છે મારું,
હોડી નહિ હું તો આ દરિયાના મોજાંને તાણું છું,

પ્રયત્ન કરું છું પોતાને સમજવામાં ને શોધવામાં,
ખુદ માનું પોતાને કોયડોને જગત માટે ઉખાણું છું,

માણજે બત્રીસ પકવાનનો સ્વાદ જીવનથાળમાં,
ક્યાંક આંખ ફરકે તો સમજજે ખાટું અથાણું છું,

ફાટેલાં સંબંધોને સાંધી ખુશ થયા સોંયને દોરી,
સોંય દોરીનો સંબંધ સાંધ્યો દોસ્ત એજ કાણું છું,

આદતોને કહીદો કે અજાણ ના બને હું જાણું છું,
ખોટી તો આ જીંદગીય છેને તોય એને માણું છું.
- નિશાંક મોદી

No comments:

Post a Comment