Sunday, February 4, 2018

હું છું ગુજરાત હું છું પાક્કો ગુજરાતી

બહેન સિસ્ટર, મમ્મી મોમને પપ્પા ડેડ થઈ ગયા,
ગુજરાતી શબ્દો અંગ્રેજી પિંજરમાં કેદ થઈ ગયા,

કાળી પાટીમાં ઘૂંટાયેલા, તૂટતી પેનના અક્ષરો,
વગર બેસણે ખરેખર આજે કેવા સફેદ થઈ ગયા,

પત્ર થયો ઈમેઈલને સ્ત્રી ઓળખાય ફેમેલથી,
સૉરી શબ્દથી, માફીનામાં પોતે જ ખેદ થઈ ગયા,

ભાષા પરથી ઓળખાવવા લાગ્યો માણસ,
બોલી મતભેદના લીધે લોકોમાં મનભેદ થઈ ગયા,

એબીસીડીની રમત સામે હારી ભલે ગયા,
પણ કિંમતી કક્કો બારાખડી આખરે વેદ થઈ ગયા,

બહેન સિસ્ટર, મમ્મી મોમને પપ્પા ડેડ થઈ ગયા,
ગુજરાતી શબ્દો અંગ્રેજી પિંજરમાં કેદ થઈ ગયા.
- નિશાંક મોદી

No comments:

Post a Comment