Sunday, February 4, 2018

ઉત્તરાયણ2017

હું પતંગ તું દોરી, ચાલ આકાશ રંગી આવીએ,
હવાના ત્યાં પ્રસંગ છે થોડી ખુશી માંગી આવીએ,

ઉડીયે,પડીયે, કાપીએ ને કપાઈએ,
જાતને નમણ બાંધી કઈક નમાઈએ,
સંબંધો કાગળ જેવા, ફાટીય જાય,
ગુંદરપટ્ટી લગાડી ફરીથી સજાવીએ,

અહમ આપડો કડક ધઘ્ધા જેવો નથી વળતો,
છાશ પીજાય જિંદગી એ પહેલાં ભાંગી આવીએ,

અભિમાન પતંગને હવાના સાથનો,
ફાળો ભુલાય ઠુમકા મારતા હાથનો,
કેમ ફંટાય બીજાની બાજુ આમતેમ,
તુકકલ જેમ સ્થિર બન નહી તો રાખનો,

કપાઈને, ફાટીને, નમીને નીચે આખરે આવવું પડશે,
ઘમંડ ભરેલી ઊંઘતી દુનિયામાં ચાલ જાગી આવીએ

હું પતંગ તું દોરી, ચાલ આકાશ રંગી આવીએ,
હવાના ત્યાં પ્રસંગ છે થોડી ખુશી માંગી આવીએ...
- નિશાંક મોદી

No comments:

Post a Comment