Sunday, February 25, 2018

વસે પ્રભુ બધે

વસે પ્રભુ બધે, ક્યાંક મહેકે ગુલાબ બની,
કાંટાનેય પંપાળે ને પોષે એતો બાગ બની,

હરખમાં મૂકી દે માનવીને એકલો,
તકલીફમાં નિભાવે સાથ એ ભાગ બની,

અદ્રશ્ય બની રહેને દરેક દેહમાં મળે,
અવાજમાં પણ ઓળખાય એ રાગ બની,

અજાણતા રોપાયેલા બીજનો માલિક,
ફેલાવે વિકસાવે ધાનના ધાન એ ફાગ બની,

અકળામણ એનેય થાય માણા જેવી,
ડુબાડે દરિયામાંને સળગાવે એ આગ બની,

ભૂખેલા સૂતા બાળકની જાણે કરુણતા,
પેટ ભરીદે રોટલીના ટુકડાથી એ ખ્વાબ બની,

વસે પ્રભુ બધે, ક્યાંક મહેકે ગુલાબ બની,
કાંટાનેય પંપાળે ને પોષે એતો બાગ બની.
- નિશાંક મોદી

No comments:

Post a Comment