Thursday, March 29, 2018

કૃષ્ણભક્તો


ભક્તિ જાણતી મીરાં, રાધા જાણતી પ્રેમ,
ના મળ્યો તું કોઈને કારણ કોણ જાણે કેમ,

નતો દ્વેષ, ઈર્ષા ને હતા હરિના મારગ પર,
તોય નરસિંહ દુઃખીને, સ્થિતિ એમને એમ,

દ્વારકાનો રાજા છતાં ભૂલાઈ ગઈ મિત્રતા,
ક્યાં છુપાયો તો તું સુદામાની પોટલી જેમ,

ધારત તો રોકી શકત તું મહાભારત કાના,
અભિમન્યુ અર્જુન બન્નેને રાખત હેમખેમ,

ભક્તિ જાણતી મીરાં, રાધા જાણતી પ્રેમ,
ના મેળવ્યા કૃષ્ણને કારણ કોણ જાણે કેમ.
- નિશાંક મોદી

Wednesday, March 14, 2018

વીતેલી પળોની યાદો

વીતેલી પળોની યાદોને એ રીતે સરભર કરી,
પહેલા હસી લીધું પછી આંખો તરબતર કરી,

નિઃસ્વાર્થપણે આપી સેવા પહેલા હૂંફ સાથે,
માંગી લીધો હિસાબ જોને મનડું પથ્થર કરી,

શું કહું, લોકો પલડી સુકાઈ ભૂલી ગયા એને,
બાકી ખાબોચિયાંએ જ વરસાદની કદર કરી,

પડે દુઃખ તો સ્વીકારી લે નહીં સાંભળે એ હવે,
વેદના વાગોળી ઈશ્વરને છોડી દે તું અમર કરી,

છુપાવીને રાખીતી મેં તકલીફો એક કાગળમાં,
જણાવી સૌને મિત્ર નામક અખબારે ખબર કરી,

વીતેલી પળોની યાદોને એ રીતે સરભર કરી,
પહેલા હસી લીધું પછી આંખો તરબતર કરી.
- નિશાંક મોદી

Monday, March 5, 2018

तूने साथ छोड़ा

सूखे पत्ते अगर बोल शकते तो पेड़ से गिरते समय सिर्फ इतना कहते...

तूने साथ छोड़ा या मैंने साथ छोड़ा,
तूने वादा तोड़ा या मैंने वादा तोड़ा,

मंजिल अपनी एकथी आसमान छुनेकी,
तूने रास्ता मोड़ा या मैंने रास्ता मोड़ा,

बहक गए हम और भूले एकदूजेको,
तूने पीया थोड़ा या मैंने पीया थोड़ा,

जिस जमी से उगा वही पहोंच गये,
तूने रिश्ता जोड़ा या मैंने रिश्ता जोड़ा,

तूने साथ छोड़ा या मैंने साथ छोड़ा,
तूने वादा तोड़ा या मैंने वादा तोड़ा.

- निशांक मोदी