Sunday, February 4, 2018

સવારની ચા

કાગળ પર શબ્દોએ ગુંજાવી ચિચિયારીઓ,
જો ને 'ચા' ના ઘૂંટડાથી ખુલી મનની બારીઓ,

સવાર બપોર સાંજ હોય કે હોય રાતનો પહર,
ઉકળતા તપેલા મહેકાવે સ્ટવ મુકેલી લારીઓ,

ચા તો એક બહાનું ભેગા મળી થાય વાતો,
જૂની યાદો કરે તાજી, દૂર કરે જામેલી છારીઓ,

કોઈ કહે આદત ને કોઈ કહે આ વ્યસન છે,
મુકી લપ્પન છપ્પન 'ચાહ'નો મીઠો સ્વાદ માણીઓ,

કાગળ પર શબ્દોએ ગુંજાવી ચિચિયારીઓ,
જો ને 'ચા' ના ઘૂંટડાથી ખુલી મનની બારીઓ...
- નિશાંક મોદી

No comments:

Post a Comment