Tuesday, July 24, 2018

લિંચિંગ

#Lynching

લડી લડીને મરી ગયા લોકો અહીં અંદરો અંદર,
વાંદરો પૂછે બેસી ઝાડ પર કે, તું બંદર કે હું બંદર,

હાથમાં રાખી લાકડી, ટોળા સાથે કરી તે દાદાગીરી,
એકલા માણસને ધીબી કેમ સમજે તું ખુદને ધુરંધર,

આમ તો ડરપોકપણું તારામાંય છલકે છે બરાબર,
હિંમત હોય તો રોક, વિડીયો ઉતારી ના કર આંડબર,

વહેવડાવે છે જેનું રક્ત એ માણસ કોઈકની છાયા,
તો કેમ દેખાતો નથી તને એમાં રામ કે પછી પયગંબર,

નીકળ્યો તો આખું વિશ્વ જીતવાને ખોવાઈ ગયો,
ક્યારેક મળે તો પૂછજે, શું પામ્યો તો અંતે પેલો સિકંદર,

લડી લડીને મરી ગયા લોકો અહીં અંદરો અંદર,
વાંદરો પૂછે બેસી ઝાડ પર કે, તું બંદર કે હું બંદર...
- નિશાંક મોદી

No comments:

Post a Comment