Thursday, May 21, 2020

એક સાંજ, એક ચા

એક સાંજ, એક ચા, મિત્રો સાથેની ગપસપ વિસરાઈ,
લોકડાઉનની અસરથી તો જાણે ગાઢ મિત્રતા ગુમાઈ,

ઓફિસથી છૂટી બેપાંચ હળવાશની પળો લઈ ઘરે જતાં,
ઘરમાં રહી જાણે મોકળાશની એકોએક પળ વિખરાઈ,

ફોનને વિડીયો કોલમાં તો જાણે કોઈ બનાવટ લાગે,
કોને કહીએ લે જો મારી જાતને મેં સામેથી છેતરાઈ,

માંડ તો લોકો યાદ રાખે છે મિત્રતાના સમાનાર્થીમાં,
મિત્રોની યાદીમાંથી જોજે ક્યાંક નામ જ ન જાય ભૂંસાઈ,

કાનને હવે નથી સાંભળવા મળતા અણગમતા અપશબ્દો,
કોઈ મિત્રના માવા છૂટ્યા ને કોઈકની સિગરેટ ગઈ બુઝાઈ,

એક સાંજ, એક ચા, મિત્રો સાથેની ગપસપ વિસરાઈ,
લોકડાઉનની અસરથી તો જાણે ગાઢ મિત્રતા ગુમાઈ.

- નિશાંક મોદી

No comments:

Post a Comment