Thursday, May 21, 2020

કુદરત! તારી માયા

કુદરત! તારી માયા

કુદરત! તારી માયા તું જ જાણે, અમારી જાણ બહાર છે,
તું એક વાત યાદ રાખજે કે, લોકોની હાયનો તારે ભાર છે,

તારા સુધી પહોંચતી જ નથી અમારી વાત કે ફરિયાદ,
કોઈ બીજું જ ચિત્ર દેખાડે તને, ગજબનો તારો પહેરદાર છે,

આમ લોકોના આંસુને તું, વરસાદ માનવાની ભૂલ ના કર,
હવામાં પથરાયેલો તારો જ કોઈ લીલો જાદુઈ દુકાળ છે,

કેમ કરી ચૂકવશે, ચિરાયેલા વાઢીયા પર દીધેલા ડામ,
મૃગજળ વેરી તપતા રોડ કહે, માથે રાહગીરોનું ઉધાર છે,

યાદ છે માનવજાત બનાવી તે કાયમિકનો જશન મનાવેલો,
આજ માનવજાતની હાર એ તારી જ તો અણધારી હાર છે,

કુદરત! તારી માયા તું જ જાણે, અમારી જાણ બહાર છે,
તું એક વાત યાદ રાખજે કે, લોકોની હાયનો તારે ભાર છે.

- નિશાંક મોદી

No comments:

Post a Comment