Friday, May 8, 2020

કોરોના કહેર

મોટા વિમાનો ઉતરી ગયા, નાના ડ્રોન ઉડે છે,
સૃષ્ટિનો નિયમ છે...ચઢે છે એ અંતે પડે છે,

ધૂળ ખાતી મોટરસાયકલ પૂછે ઘર બહારથી ,
રસ્તા ખુલ્લા થયા મનના કે હજીય ટ્રાફિક નડે છે,

બારણેથી આવતો કિચુડ કિચુડ અવાજ થંભ્યો,
તપાસથી ખબર પડી કે બે જાળી ના હવે લડે છે,

બનાવટ કરી જીવતું રાખ્યું છે હજુય માણસપણું,
બહારથી મુખ હસતું રાખી હૃદયને પૂછે કેમ રડે છે?

માટીનો માણસ તપી તપીને પથ્થર થઈ ગયો,
કુદરત માટીનો ફરી બનાવવા જો તોડીને ઘડે છે,

મોટા વિમાનો ઉતરી ગયા, નાના ડ્રોન ઉડે છે,
સૃષ્ટિનો નિયમ છે...ચઢે છે એ અંતે પડે છે.

- નિશાંક મોદી

No comments:

Post a Comment