Sunday, February 4, 2018

નીકળ્યા

પોઝીટીવીટીની વાતો કરનાર નેગેટીવ નીકળ્યા,
રોલ ધોવડાવ્યા પછી ફોટા ડિજિટલ નીકળ્યા,

દિવસભર બનતી ઘટનાઓ એકઠી થતી મનમાં,
હું માનતો રહ્યો કે સપનાઓ લોજીકલ નીકળ્યા,

ભૂલાઈ ગઈ તારી છબીને ભૂંસાઈ ગયો 'સ્પર્શ:',
સંવાદ યાદ હજીય, શબ્દો તારા મેજિકલ નીકળ્યા,

ઘાવ ગહેરો હતો ને પુરાતાં વાર લાગે એમ હતી,
ફૂંકની હૂંફથી ભરી લીધેલા ટાંકા સર્જીકલ નીકળ્યા,

માનતો લાગણીનું બંધારણ ધરાવે વહેતા આંસુ,
લેબોરેટરીની તપાસમાં મિશ્ર કોઈ કેમિકલ નીકળ્યા,

એકાદ સારો પ્રસંગ વર્ણવાની વાત આવી ત્યાં,
જિંદગીના પુસ્તકમાં બધાજ કિસ્સા ટ્રેજીકલ નીકળ્યા,

પોઝીટીવીટીની વાતો કરનાર નેગેટીવ નીકળ્યા,
રોલ ધોવડાવ્યા પછી ફોટા ડિજિટલ નીકળ્યા...
- નિશાંક મોદી

સવારની ચા

કાગળ પર શબ્દોએ ગુંજાવી ચિચિયારીઓ,
જો ને 'ચા' ના ઘૂંટડાથી ખુલી મનની બારીઓ,

સવાર બપોર સાંજ હોય કે હોય રાતનો પહર,
ઉકળતા તપેલા મહેકાવે સ્ટવ મુકેલી લારીઓ,

ચા તો એક બહાનું ભેગા મળી થાય વાતો,
જૂની યાદો કરે તાજી, દૂર કરે જામેલી છારીઓ,

કોઈ કહે આદત ને કોઈ કહે આ વ્યસન છે,
મુકી લપ્પન છપ્પન 'ચાહ'નો મીઠો સ્વાદ માણીઓ,

કાગળ પર શબ્દોએ ગુંજાવી ચિચિયારીઓ,
જો ને 'ચા' ના ઘૂંટડાથી ખુલી મનની બારીઓ...
- નિશાંક મોદી

गीत, चहेरे की मुस्कान

चहेरे की मुस्कान ये कुछ बयाँ कर रही है,
मन मे तेरे अभी भी शैतानियां चल रही है,

सवाल पूछने का हक तुजे है जिंदगी,
चल तू मेरे साथ या में करू तेरी बंदगी,
खोल के रख दे पन्ने सारे किताब के,
तू जीने की आश तू ही लाए शर्मिंदगी,
अंत भला होता है ये कहानिया कह रही है,

चहेरे की मुस्कान...

उलझ क्यों जाते है हम हर मोड़ पर,
वादे निभा जाते है हम कस्मे तोड़ कर,
अहम इतना भी नही की मिल न पाये,
गले लगा अब छोटी सी जिद छोड़ कर,
आजकल अनसुलझी पहेलिया सुलझ रही है,

चहेरे की मुस्कान ये कुछ बयाँ कर रही है,
मन मे तेरे अभी भी शैतानियां चल रही है।
- निशांक मोदी

MerryChristmas2017

#MerryChristmas #SantaClaus

एक लाल चादर ओढ़ के वो आया था,
ख़ुशी के कई तौफे साथ वो लाया था,

आतिशे आसमाँ में थी उसी के लिए,
वो ज़मी पर बैठ बच्चो संग मुस्कुराया था,

कौन कहता है फ़रिश्ते नही रहे अब,
दे दिया सब जो सांता बनके वो कमाया था,

खुद के आँसू पोछने का वक़्त नही था,
इसलिये ग़मो को सफेद दाढ़ी में छुपाया था,

'बाँटो खुशियां लौट के आयेगी खुशियां'
अच्छाई का वो एक सबक शिखलाया था,

एक लाल चादर ओढ़ के वो आया था,
ख़ुशी के कई तौफे साथ वो लाया था।
- निशांक मोदी

ઉત્તરાયણ2017

હું પતંગ તું દોરી, ચાલ આકાશ રંગી આવીએ,
હવાના ત્યાં પ્રસંગ છે થોડી ખુશી માંગી આવીએ,

ઉડીયે,પડીયે, કાપીએ ને કપાઈએ,
જાતને નમણ બાંધી કઈક નમાઈએ,
સંબંધો કાગળ જેવા, ફાટીય જાય,
ગુંદરપટ્ટી લગાડી ફરીથી સજાવીએ,

અહમ આપડો કડક ધઘ્ધા જેવો નથી વળતો,
છાશ પીજાય જિંદગી એ પહેલાં ભાંગી આવીએ,

અભિમાન પતંગને હવાના સાથનો,
ફાળો ભુલાય ઠુમકા મારતા હાથનો,
કેમ ફંટાય બીજાની બાજુ આમતેમ,
તુકકલ જેમ સ્થિર બન નહી તો રાખનો,

કપાઈને, ફાટીને, નમીને નીચે આખરે આવવું પડશે,
ઘમંડ ભરેલી ઊંઘતી દુનિયામાં ચાલ જાગી આવીએ

હું પતંગ તું દોરી, ચાલ આકાશ રંગી આવીએ,
હવાના ત્યાં પ્રસંગ છે થોડી ખુશી માંગી આવીએ...
- નિશાંક મોદી

હું પૂછતો ગયો ને

હું પૂછતો ગયો ને, એ મને બતાવતો ગયો,
દરેક દર્દ મટે છે વાત એ સમજાવતો ગયો,

આંખમાં એની વ્યથા હતીને વાતમાં નિસાસા,
શબ્દે શબ્દે એક એક આંસુ એ ગુમાવતો ગયો,

અખૂટ શ્રદ્ધાથી ભરેલો ને સદાય પ્રભુમાં નમેલો,
ઈશ્વર સામે પ્રશ્નાર્થ મૂકી સહેજ એ ડરાવતો ગયો,

કાંઈ પણ બાકી નતું, હતું એ બધું લૂંટાઈ ગયું,
તોય વટથી બે હાથ ખિસ્સામાં એ ભરાવતો ગયો,

એની તકલીફો કહેવા આવ્યો તો, જે કહી ગયો,
અંતે 'ચિંતા ના કર' કહી, મારું મન એ મનાવતો ગયો,

હું પૂછતો ગયો ને, એ મને બતાવતો ગયો,
દરેક દર્દ મટે છે વાત એ સમજાવતો ગયો...
- નિશાંક મોદી

દીકરી વિદાય

મહેકાવ્યું અમારું ઘર, હવે આપનું ઘર મહેકાવશે,
ખુશીની સૌગાત પાલવમાં ભરી તમારા ઘરે આવશે,

પિતાના વાત્સલ્યમાં સદાય છલકાય છે,
માતાની હૂંફ હેઠળ મદમસ્ત મલકાય છે,
મોટાભાઈના હાથમાં કાલ સુધી જે રમતી,
મોટી થઈ આ બહેન જોને કેવી આ વિદાય છે?

દીકરીની ફરજ નિભાવી, વહુની ફરજ નિભાવશે,
આંખોમાં પ્રેમનું અમીઝરણું લઈ તમારા ઘરે આવશે,

ઘરના ખૂણે ખૂણે જો તારી મીઠી ભરેલી યાદ છે,
દરેક દીવાલ પર તારો ફોટો નથી એમની ફરિયાદ છે,
તારા ગયા પછી આ ખાલીપો કોણ ભરશે ઘરનો,
હાલ તો ચારેકોર ગુંજતો તારો જ મધુર અવાજ છે,

ચિંતા અમારી એ કે દિવાળી પર ઘર કોણ સજાવશે?,
પ્રગટાવશે દિવા એના ઘરે કે અમને મળવા ઘરે આવશે,

લાડકોડથી ઉછરી એટલે કદાચ બધું નહીં ફાવે,
ખાતરી એ વાતની કે કોઈનું મન એ નહિ દુભાવે,
મૃગ જેવી ચંચળને કાયમ હસતી અમારી 'સ્વીટુ',
જ્યાં જાય ત્યાં લાગણીને હેતનું વાદળ ઠાલવી આવે

'ખેલન'ને સાદ પાડી વહેલી સવાર એને હવે કોણ ઉઠાડશે,
'દીકરીની વિદાય થઈ' આ વાત મનને અહીં કોણ મનાવશે,

મહેકાવ્યું અમારું ઘર, હવે આપનું ઘર મહેકાવશે,
ખુશીની સૌગાત પાલવમાં ભરી તમારા ઘરે આવશે.
- નિશાંક મોદી