Monday, March 16, 2020

વ્યંગરચના- કોરોના વાયરસ

વ્યંગરચના- કોરોના વાયરસ

તલવાર-બંદૂકથીય ખતરનાક આ છીંક લાગે છે,
કોઈને હાથ મિલાવતાય હવે તો બીક લાગે છે,

મને નફરત હતી મુખવટા પહેરેલા ચહેરાથી પણ,
જો ને માસ્ક પહેરેલા મોંઢા હવે તો ઠીક લાગે છે,

ડર સતાવતોતો એકલતાનો મને, શોધતો ભીડને,
આજે ટોળા વચ્ચે મન વધુ કેમ ભયભીત લાગે છે,

શોધાઈ ક્યાં છે હજી આ દવા વાયરસ મારવાની,
સેનીટાઇઝર વેચવાની કદાચ નવી તરકીબ લાગે છે,

જાગૃતતા ઓછી ને ચર્ચા વધારે કરીએ છીએ આની,
ભણતરની આ ડિગ્રી થોડીક આજે તો વિક લાગે છે,

ખોટા કામ કરતી વેળાએ માણસ ડરતો નથી,
કોરોના બીજું કંઈ નહીં ઈશ્વરની મોટી જીત લાગે છે,

તલવાર-બંદૂકથીય ખતરનાક આ છીંક લાગે છે,
કોઈને હાથ મિલાવતાય હવે તો બીક લાગે છે.
- નિશાંક મોદી

No comments:

Post a Comment