Sunday, October 7, 2018

કોઈ ફરક નથી

...કોઈ ફરક નથી...

લાગણી છંટાય કે વાદળ બંધાય કોઈ ફરક નથી,
આંસુ લુછાય કે દરિયો સુકાય કોઈ ફરક નથી,

ખાલી બહારથી જ ઝગમગે ઘર અંદર ઝાંખ,
ઈંટો મુંઝાય કે દીવાલો ચણાય કોઈ ફરક નથી,

આસમાની થયો સિતારો આભની આડમાં,
દિવસે કરમાય કે રાતે ફંટાય કોઈ ફરક નથી,

ના થા ઘાયલ એટલો જોઈ પાણીદાર નયનો,
આંખો ભીંજાય કે આંખો અંજાય કોઈ ફરક નથી,

તો શું દર્દની ભાષા શીખવા લખાણ જોઈએ,
સ્યાહી ઢોળાય કે કાગળ વિલાય કોઈ ફરક નથી,

પૂછવા ક્યાં ગયાતા પતંગિયાને ભમરા બાગમાં,
કાંટા ખૂંચાય કે ફૂલો કરમાય કોઈ ફરક નથી,

કર્યું કોઈક જીવન અંધકારમય કશુંક બાળીને,
તેલ છલકાય કે દીવો ઓલવાય કોઈ ફરક નથી,

લાગણી છંટાય કે વાદળ બંધાય કોઈ ફરક નથી,
આંસુ લુછાય કે દરિયો સુકાય કોઈ ફરક નથી...

- નિશાંક મોદી

No comments:

Post a Comment