Monday, October 15, 2018

ક્યાંક એક ચાદર

ક્યાંક એક ચાદર ચઢીતી મઝાર પર,
ને ક્યાંક ખેંચાયો તો દુપટ્ટો બજારભર,

ભૂંસાય કોઈકનું સિંદૂર, થાય માંગ સુની,
કેમ ચઢે કંકુ ત્રિશૂળ તલવારની ધાર પર,

કોઈ વાસી સૂકી રોટલી કચરામાં વીણે,
ને લંગર આખા ધબધબે ઊંચા દ્વાર પર,

સળગાવ્યુ કોઈકનું ઘર સફેદ વસ્ત્રોમાં,
કબૂલાત શું કરે મીણબત્તીની જ્વાર પર,

ઓળખાણ અંતે રાખથી થાય છે જો,
ને કોઈ કંઠી ના બચાવે કુદરતના વાર પર,

ક્યાંક એક ચાદર ચઢીતી મઝાર પર,
ને ક્યાંક ખેંચાયો તો દુપટ્ટો બજારભર.

- નિશાંક મોદી

No comments:

Post a Comment