Saturday, September 5, 2020

શિક્ષકદિન 2020

વાંચી શિક્ષકદિનનો તહેવાર, આવ્યો મનમાં વિચાર,
બદલાઈ શિક્ષકની રીત કે બદલાઈ શિક્ષણની ધાર?

જોને આજકાલ ધ્રૂજતા નથી હાથ કઈ ખોટું કરતા,
ખોવાયા જ્યારથી સોટીના નિશાનને ફૂટપટ્ટીનો માર,

નિશાળમાં જ ગોઠવાઈ જાય પુસ્તકો ને નોટબુકો,
હલકું થઈ ગયું દફતરને વધ્યો ત્યાં જીવનનો ભાર,

ડરથી ઝૂકે બાળકો, નથી આપતા મનથી સન્માન,
હૃદય સુધી પહોંચે એવા, નથી બન્યા ઈન્ટરનેટના તાર,

શિક્ષણ ઉપરાંત શીખવે જ્ઞાન વહેંચવાની કળા,
વિદ્વાન મળતા નથી બસ મળે હવે તો ગુરુના પ્રકાર,

ગૃહકાર્ય કરતાં થઈ ગયા વાલીઓ કોને કહીએ!
કૃષ્ણ તારે જન્મવું પડશે કરવા અર્જુનની જેમ બેડો પાર.

- નિશાંક મોદી

No comments:

Post a Comment