Tuesday, January 14, 2020

શ્રી કૃષ્ણલીલા

*શ્રી કૃષ્ણલીલા*

(અર્જુન)
તીરકામઠાં જ્યારે ઉઠશે નહીં,
મનને તારા કાંઈ સુજશે નહીં,
આવશે માધવ તને સમજાવવા,
અંતે શસ્ત્રો તારા ઝુકશે નહીં,
(દ્રૌપદી)
ચીરહરણ જ્યારે જોરમાં હશે,
મૌન અચાનક શોરબકોરમાં હશે,
આવશે ગોવિંદ તને સજાવવા,
સાડીનો પાલવ તારો છૂટશે નહીં,
(ગોપીઓ)
શરમને લાજ બધું જ છોડી,
પનિહારીઓ ની મટકી ફોડી,
આવશે કાનુડો રાસ રચાવવા,
મોહી મન તારું કંઈ લૂંટશે નહીં,
(સુદામા)
મળશે તને સોનાની લંકા છોડી,
મનમાં હશે જ્યાં તને શંકા થોડી,
આવશે ગોપાલ દોસ્તી નિભાવવા,
બાળપણની મિત્રતા તોડશે નહીં,
(મીરાં)
રાજાની તું તરછોડાયેલી રાણી,
ભક્તિ એની લાવશે એને તાણી,
આવશે ગિરધર ભક્ત બચાવવા,
ઝેરથી બચાવવા તને ચૂકશે નહીં,
(નરસિંહ મહેતા)
મારગ તારો રહેશે કઠોર,
પગની નીચે કાંટાને થોર,
આવશે કાનો તને પહોંચાડવા,
રસ્તો તારો કોઈ રોકશે નહીં,
(રાધા)
પહેલા જિંદગી તારી રંગીન હશે,
વિરહથી પાછળ ગમગીન હશે,
આવશે કૃષ્ણ તને જોડાવવા,
નામ અધૂરું તારું રહેશે નહીં...
- નિશાંક મોદી

No comments:

Post a Comment