Monday, January 13, 2020

ઉત્તરાયણ ૨૦૨૦

તું કહે કે ઉડવું કઈ રીતે તારી સંગ,
તું ચીરતી દોરીને હું હોશીલો પતંગ,

તું ગણાય કદી તારમાં ને વારમાં,
ને હું રહ્યો જો પંજાને કોડીનો નંગ,

તું દાંતીથી તૂટે ને બંધાય ફરી ગાંઠે,
રહું સલામત હું જો રહે ઢઢ્ઢો અકબંધ,

તારા વમળને મારું નમણ ક્યાં જુદું ,
ઉપરથી નીચે બાંધે તું મારું અંગેઅંગ,

લે જો તારા ઈશારે હું ચઢ્યો હવામાં,
ચાલ તું ને હું મળી કરીએ આભ નવરંગ,

તું કહે કે ઉડવું કઈ રીતે તારી સંગ,
તું ચીરતી દોરીને હું હોશીલો પતંગ.
- નિશાંક મોદી

No comments:

Post a Comment