Thursday, June 28, 2018

જિંદગી-શેરબજાર

જિંદગી થઈ શેરબજાર, કદીક નીચે કદીક ચઢે,
લે વેચના સોદા જાણે અહીં કોઈક બીજાને નડે,

ક્યાંક પ્રોફિટ, ક્યાંક લૉસ, સરભર કરે સ્ટેટમેન્ટ,
એક જીવનના સરવૈયાનો ખાલી હિસાબ ના મળે,

આજનું ઇન્વેસ્ટમેન્ટ કાલનો નફો, પ્રથા સારી પણ
મળે માણસો ખોટા શેર જેવાને પોર્ટફોલિયો નીચે પડે,

થોડુંક માર્જિન, થોડીક લિમિટ કરી ગણતરી બધી,
સવારના સોદાએ કદીક સાંજેય સીધા ના પરવડે,

વોચલિસ્ટ તો બનાવી બદલાવી ચુની ચુનીને રોજ,
તોય તકલીફો લીલામાં ને ખુશીઓ લાલમાં જ રમે,

રહેતી નથી કિંમત એકસરખી શેર હોય કે સ્વભાવ,
ફાયદો કરાવતી તારી ગમતી કંપની તારી જોડે લડે.

- નિશાંક મોદી

No comments:

Post a Comment